પોશીનાના ગુદીખાણામાં જમીનમાં વાવેતર કેમ કરો છો કહી મારામારી

અરવલ્લી
અરવલ્લી

પોશીનાના ગુદીખાણામાં ખરાબાની જમીનમાં વાવેતર કેમ કરો છો કહી મહિલાને માર મારતાં પોશીના પોલીસ સ્ટેશનમાં બે જણાં વિરુદ્વ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુદીખાણામાં નાળીયાફળોમાં તા.21-04-22 ના રોજ સાંજે પાંચેક વાગ્યાના સુમારે ગલબીબેન હરમાભાઇ ગમાર તેમના ઘેર હતા તે દરમિયાન મનાભાઇ વિરાભાઇ ગરમાર અને વિરાભાઇ વાલાભાઇ ગમાર (બંને રહે. ગુદીખાણા તા.પોશીના) આવ્યા હતા અને ગલબીબેનને અપશબ્દો બોલી ખરાબાની જમીનમાં વાવેતર કેમ કરો છો

આ ખરાબાની જમીન અમારી છે કહેતા ગલબીબેને અપશબ્દો બોલવાની ના પાડતાં બંને જણા ઉશ્કેરાઇ ગયા હતા અને ગડદાપાટુનો મુઢ માર મારી મનાભાઇએ તેના હાથમાનો પથ્થર ગલબીબેનને કપાળના ઉપરના ભાગે માર્યો હતો અને મારી નાખવાની ધમકીઓ આપતાં બંને જણાં વિરુદ્વ ગલબીબેને પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.