હિંમતનગરના ઇન્દ્રનગર સી વિસ્તારમાં પાણીની પાઈપ લાઈન તૂટી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના નગરપાલિકા વિસ્તારમાં આવેલા ઇન્દ્રનગર સી વિસ્તારમાં ગુરુવારે સવારે પીવાના પાણીની પાઈપ લાઈન તૂટી જતા ખાલી પ્લોટમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વિસ્તારમાં પીવાનું પાણી નહિ આવતા જાણ કરાઈ ત્યારે ખબર પડી પાઈપ લાઈન તૂટી ગઈ છે. તો ખાનગી કંપનીના આડેધડ ખોદકામ અંગે પાલિકા અજાણ છે. આડેધડ ખોદાકામથી રહીશો પીવાના પાણીથી વંચિત રહ્યાં છે. આવી પરિસ્થિતિ હિંમતનગરના અલગ અલગ વિસ્તારોમાં સર્જાઈ છે.

રાજ્યના મુખ્યમંત્રી બચત અભિયાન શરુ કર્યું છે અને વીજળીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી બચત કરવાની વાત કરી છે. ત્યારે હિંમતનગરના ઇન્દ્રનગર સી વિસ્તારમાં ગુરુવારે સવારે રહીશોના ઘરે પીવાનું પાણી આવ્યું ન હતું. એનું કારણ માત્ર એક જ હતું, પીવાની પાણીની મોટી લાઈન તૂટી ગઈ હતી. જેને લઈને હજારો લીટર પાણી ખાલી પ્લોટમાં વહી એકઠું થયું હતું.

જેને લઈને પાણીની બચતની વાત સામે પાણીનો વેડફાટ થયો હતો. પાણી નહિ આવતા રહીશોએ નગરપાલિકામાં જાણ કરી હતી. વોટર વર્કસના કર્મચારી આ વિસ્તારમાં આવ્યા ત્યારે કહ્યું કે, રાજેશ્વરી સોસાયટીમાં બોરની મોટર બળી ગઈ હોવાથી પાણી ધીમું આવશે, પણ અહિયાં તો પાણી નથી આવતું જણાવતા વોટર વર્કસના કર્મચારી સ્થળ પર આવતા ખબર પડી કે પાઈપ લાઈન તૂટી છે. ત્યારે ખાનગી કંપની ખોદકામ કરી રહેલાનું જાણ થઇ હતી. જેને લઈને બે દિવસ પહેલા ઘરેલું ગેસની પાઈપ લાઈન પણ તૂટી ગઈ હતી.

આજે ઇન્દ્રનગર સી વિસ્તારમાં પીવાના પાણીની લાઈન તૂટી ગયા પછી પાણી બંધ કર્યું હતું. જેથી બીજા વિસ્તારમાંથી પાણી ભરી લાવવું પડ્યું હતું. આવી પરિસ્થિતિ હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં સર્જાઈ છે. જેને લઈને પાઈપ લાઈનો તૂટી જતા ક્યાંક પાણીની ટાંકીઓ નથી ભરાઈ તો ક્યાંક રહીશોના ઘરે પીવાનું પાણી પહોચ્યું નથી. જેથી વિસ્તારના રહીશોએ હાલાકી ભોગવવી પડી છે.

આ અંગે નગર પાલિકા પ્રમુખ યતીન મોદીએ જણાવ્યું હતું કે, શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાનગી કંપનીના ખોદકામને લઈને પીવાના પાણીની લાઈન તૂટી જવાથી પાણીની પરેશાની વિસ્તારના રહીશોને ભોગવવી પડી રહી છે. તો ખાનગી કંપનીના આડેધડ ખોદકામને લઈને થઇ રહેલા નુકશાનને લઈ ખાનગી કંપનીના ખોદકામ કરવાની સહિતની મશીનરી કબજે લઈને ખાનગી કંપની સામે કાર્યવાહી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.