પશુ ચોરીના ગુનાનો 5 વર્ષથી ફરાર મુલતાની ગેંગનો વોન્ટેડ ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સા.કાં. એસઓજીએ પેટ્રોલીંગ દરમિયાન બાતમીને આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પશુ ચોરીના ગુનાનો મુલતાની ગેંગનો છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

એસઓજી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પીઆઇ એમ.ડી. ચંપાવતના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.કે.રાઠોડ તથા સ્ટાફ એ.ટી.એસ ચાર્ટર લગત કામગીરી તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અન્વયે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પશુ ચોરીના ગુનાનો મુલતાની ગેંગનો છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી નથ્થુ કાલુ મુલતાની (ઉ.વ.35) (રહે. ચાંદ ટેકરી, મોડાસા, હાલ રહે. રાણા સૈયદ, મોડાસા) તેના ઘેર હોઇ તેના ઘેર જઇ તપાસ કરતા મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી માટે પ્રાંતિજ પોલીસને સોંપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.