સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી, હિંમતનગરમાં દોઢ ઇંચ વરસાદ,જળાશયમાં પાણીની આવક નોંધાઇ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં ઇડર, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતા.

હવામાન ખાતાની આગાહીને પગલે સાબરકાંઠા રેડ ઝોન બાદ યલો ઝોનમાં આવ્યો છે ત્યારે છુટા છવાયા ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે તો રવિવારે સવારે વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો આઠ માંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ઇડર માં રાત્રી દરમિયાન પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો,પ્રાંતિજમાં પોણા બે ઇંચ વરસાદ અને હિંમતનગરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

હિંમતનગર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં રોડ પર પાણી ભરાયાં હતાં.તો ઇડરમાં રાત્રી દરમિયાન વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.રવિવારે ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જિલ્લામાં ઝરમર વરસાદ શરૂ થયો હતા.ત્યારે કાળાંડિબાંગ વાદળો થી આકાશ ઘેરાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.