વેલેન્ટાઈન દિવસની માતા-પિતાનું પૂજન કરી ઉજવણી કરાઈ
હિંમતનગરમાં રોટરી સરસ્વતી વિધાલયમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. જેમાં બાલમંદિરથી લઈને ધોરણ 12 સુધીના વિધાર્થીઓએ તેમના માતા-પિતાની પૂજા કરીને મનાવ્યો હતો.
વેલેન્ટાઇન્સ ડેના દિવસે યુવાનો અને યુવતીઓ એકબીજાને ભેટ આપીને ઉજવણી કરે છે. ત્યારે બુધવારે હિંમતનગરના ગાયત્રી મંદિર પાસે આવેલા રોટરી સરસ્વતી વિદ્યાલયમાં દર વર્ષે શાળામાં બાળકોને સંસ્કારનો સિંચન થાય માટે વિધાર્થીઓએ તેમના માતા પિતાનું પૂજન કરે છે. વેલેન્ટાઈન ડેના દિવસે બાલ મંદિરથી લઈને ધો.12ના વિધાર્થીઓએ પ્રથમ વિધાર્થીઓએ તેમના માતા-પિતા કુમકુમ તિલક કર્યુ હતું. ત્યારબાદ માતા-પિતાએ પણ વિધાર્થીઓને કકું તિલક કર્યું હતું. માતા-પિતાની પૂજન વિધિ પૂર્ણ થયા બાદ વિધાર્થીઓએ માતા-પિતાની પ્રદક્ષિણા કરીને આશીર્વાદ મેળવ્યા હતા.