સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

અરવલ્લી
અરવલ્લી

સાબરકાંઠામાં મેઘરાજાએ બહુ રાહ જોવડાવ્યા બાદ શુક્રવાર રાતથી વરસવાનું શરૂ કરતાં 6 તાલુકામાં અડધાથી બે ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે અને જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. જિલ્લાની ઉત્તરે રાજસ્થાનમાં પણ મેઘમહેર થતાં વિજયનગર પોશીના ખેડબ્રહ્મા તાલુકાની નદીઓ નાળા વહેતા થયા હતા. ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર સાંજે 6 કલાક સુધીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 તાલુકામાં અડધાથી બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગરમાં બે તથા તલોદમાં દોઢ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.

હિંમતનગર અને વડાલીમાં મોસમનો સરેરાશ અઢી ઇંચ ખેડબ્રહ્મા તલોદ અને પોશીના તાલુકામાં મોસમનો સરેરાશ સાડા ત્રણ ઇંચ અને વિજયનગર તાલુકામાં સૌથી વધુ સરેરાશ 7 ઇંચ વરસાદ નોંધાયો છે ઇડર અને પ્રાંતિજ તાલુકો કુલ અડધા ઇંચ વરસાદ સાથે કોરોધાકોર રહ્યા છે. અરવલ્લીમાં 10 દિવસ બાદ મોડાસા અને ધનસુરામાં બે કલાકમાં 1-1 ઇંચ વરસાદ તૂટી પડયો હતો. મોડાસા શહેરના નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.