હિંમતનગરમાં પાણીની ટાંકીમાં ગાય ખાબકી ભારે જહેમત બાદ પડેલી ગાયને બહાર કાઢી
બ્રહ્માણીનગર વિસ્તારમાં દશ દુકાન પાછળના વિસ્તારમાં જીતેન્દ્ર સુરજપાલ મોરિયાનું નવીન ઘર બની રહે છે. ત્યારે તેમના ઘરની પાછળ બનાવેલી પાણીની ટાંકી જે ઢાંકણ લગાવ્યા વગરની ખુલ્લી હતી અને તેમાં પણ ટાંકી આખી પાણીથી ભરેલી હતી અને સાંકડી ગલીમાં ફરતી ગાય પહોંચી ગઈ હતી. પાણી ભરેલી ગાય ચાર ફૂટના ટાંકીના ઢાંકણ વગરના ખુલ્લા ભાગમાંથી ટાંકીમાં ગાય પડી હતી. તો ગાયનું મોઢું જ બહાર હતું અને લગભગ ત્રણ કલાકથી ગાય પડી રહી હતી. જેને લઈને બપોર 12:30 વાગ્યાના સમયે જીવદયા પ્રેમી દિનેશ મહેશભાઈ સોનગરાએ ગાયને ટાંકીમાં પડેલી જોઈ હતી. જેને લઈને હિંમતનગર ફાયર વિભાગને કોલ કર્યો હતો. જેથી તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી પાણી ભરેલી ખૂલ્લી ટાંકીમાંથી ફરતી ગાયને એક કલાકની મહેનતે બહાર કાઢી હતી.
હિંમતનગર ફાયર વિભાગના ઇન્ચાર્જ એ જણાવ્યું હતું કે, બ્રહ્માણીનગરમાં સાંકડી જગ્યામાં પાણી ભરેલી ટાંકીમાં ઢાકણ વગરની ખુલ્લી હતી. જેમાં ફરતી ગાય અંદાજે બે-ત્રણ કલાકથી પડી હતી અને કોલ મળતા સ્થળ પર પહોચી સ્થાનિકો સાથે મળીને એક કલાકે ગાયને બહાર કાઢી હતી.