ઈડર તાલુકાના નાના પોશીના ગામમાં પ્રાચીન જૈન દેરાસર આવેલું છે. પાર્શ્વનાથ ભગવાનનું મંદિર

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડર તાલુકાના નાના પોશીના ગામમાં 2500 વર્ષ જૂનું જૈન દેરાસર આવેલું છે. આ દેરાસરમાં ભગવાન પાર્શ્વનાથની પૌરાણિક મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ જૈન મંદિરમાં છેલ્લા 20 વર્ષથી અંખડ જ્યોત પ્રજ્વલિત છે. એવી માન્યતા છે કે, જ્યારે કોઈ સંધ ત્યા આવા માટે નીકળે છે, ત્યારે મંદિરની ધજા જાતે જ દંડને વીંટાઈ જાય છે, અને સંઘ જ્યારે મંદિરની હદમાં પહોંચે છે, ત્યારે દંડ સાથે વીંટાયેલી ધજા ખુલી જાય છે.આજથી 2500 વર્ષ પહેલા ઈડર તાલુકાના નાના પોશીના ગામમાં આવેલા એક ખેતરમાં ગાય દૂધનો પક્ષાલ કરતી જોવા મળી હતી. આ જોઈ લોકોમાં ઉત્સુકતા જાગી હતી અને ત્યાં ખોદકામ કરવાનું શરૂ કર્યું હતું. ખેતરમાં ખોદકામ કરતા તેમાંથી ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ મળી આવી હતી. મૂર્તિ મળી આવતા આ મૂર્તિને ઈડર લઈ જવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે, મૂર્તિને 100 જેટલા બળદગાડા સાથે બાંધીને લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, છતાં ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ સ્થળ પરથી સહેજ પણ ખસી ન હતી, જેના કારણે મૂર્તિને ઈડર ન લઈ જઈ અહીં જ સ્થાપિત કરી દેવામાં આવી હતી.જ્યારે પણ કોઈ સંઘ મંદિરે આવવા નીકળે છે, ત્યારે આપમેળે મંદિર શિખર ઉપર ફરકતો ધ્વજ દંડ સાથે વીંટાઈ જાય છે. સંઘ જ્યારે મંદિરની હદમાં પહોંચે છે, ત્યારે આ ધજા દંડમાંથી ખુલી જાય છે. હાલમાં જ એક ઘટના એવી બની હતી, મુંબઈથી 50 લોકોનો સંઘ જાણ કર્યા વગર નીકળ્યો હતો, અને આ મંદિર શિખર ઉપર ફરકતો ધ્વજ દંડ સાથે વીંટાઈ ગયો હતો, સંઘ મંદિર પરિસર વિસ્તારમાં પહોંચ્યો ત્યાં આ ધજા આપ મેળે ખુલી ગઈ હતી.ઉલ્લેખનીય છે કે, પાર્શ્વનાથ મંદિરમાં જૈન સમાજના દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. પર્યુષણ, મહાવીર જયંતિ, સહિત દિવાળી અને જન્માષ્ટમીની પણ ઉજવણી કરવામાં આવે છે. અહીં જન્માષ્ટમીના દિવસે ભવ્ય મેળો પણ ભરાય છે. મેળામાં લોકો દૂર દૂરથી આવે છે અને પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.