રણાસણથી હરસોલ રોડ પર કારની અડફેટે બે રાહદારીઓને પગે ફ્રેક્ચર

સાબરકાંઠા
સાબરકાંઠા

તલોદના રણાસણ ખાતે મહાલક્ષ્મી સો મીલમાં કામ કરતા બે શખ્સો રાત્રે સવા આઠેક વાગ્યાના સુમારે શાકભાજી અને અન્ય સામાન ખરીદી કરી પરત જઇ રહ્યા હતા તે દરમિયાન એક કાર ચાલકે ટક્કર મારતા બંનેને પગે ફેક્ચર સહિત ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

તા.21/02/22 ના રોજ શશીકાંત ઉર્ફે સચિન બંસીલાલજી મીના (હાલ રહે. મહાલક્ષ્મી સો મીલ રણાસણ તા. તલોદ) તથા તેમની સાથે રહેતા પ્રકાશ બસંતીલાલ મીના બંને સો મીલનું કામકાજ બંધ કરી રણાસણ ખાતે શાકભાજી તથા સામાનની ખરીદી કરવા ચાલતા ગયા હતા અને શાકભાજી અન્ય સામાનની ખરીદી કરી રાત્રે સવા આઠેક વાગ્યે બંને જણા પરત રણાસણથી મહાલક્ષ્મી સો મીલ તરફ ચાલતા ચાલતા જતા હતા ત્યારે મહાલક્ષ્મી સો મીલ નજીક રણાસણ તરફથી એક સિલ્વર કલર જેવી ગાડી નં.જી.જે-12-જે-5614 ના ચાલકે તેની ગાડી પુર ઝડપે હંકારી લાવી બંનેને ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા અને બૂમાબૂમ થતા ત્યાં આજુબાજુમાંથી માણસો એકઠા થઇ ગયા હતા અને કોઇએ 108 ને ફોન કરી દેતા આવી જતા બંનેને હિંમતનગર સિવીલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં શશીકાંત ઉર્ફે સચિન બંસીલાલજી મીનાને ડાબા પગે ફ્રેક્ચર થયુ હતુ જ્યારે પ્રકાશ બસંતીલાલ મીનાને બંને પગે તથા માથાના ભાગે વધુ ઇજાઓ થતા વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. તલોદ પોલીસ સ્ટેશનમાં શશીકાંત ઉર્ફે સચિન બંસીલાલજી મીનાએ ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.