આજથી ઇડર અને પ્રાંતિજમાં બે નવા ધનવંતરી રથ કાર્યરત થયા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના ઇડર અને પ્રાંતિજમાં આજથી બે ધનવંતરી રથ કાર્યરત થયા છે. તો જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ બે નવા ધનવંતરી રથનું કલેક્ટરે નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ રીબીન કાપી લીલી ઝંડી આપી ધનવંતરી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આમ જિલ્લામાં હવે ત્રણ ધનવંતરી રથ થયા છે. જે આઠ તાલુકામાં ફરશે અને સેવા આપશે. આજે સવારથી શ્રમિકોને ધનવંતરી રથ દ્વારા હિંમતનગર, પ્રાંતિજ અને વડાલી તાલુકા વિસ્તારમાં સેવા આપી હતી.

રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણના સુત્ર અને સાર્થક કરવાની નેમ સાથે ધનવંતરી આરોગ્ય રથ યોજના અમલમાં મુકાઇ છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક ધનવંતરી રથ 2017થી કાર્યરત છે. જેમાં અંદાજે દોઢ લાખ ઓપીડી છ વર્ષમાં થઇ છે. ત્યારે આ સેવા છેવાડાના શ્રમિક સુધી પહોંચાડી શકાય તેવા ઉમદા હેતુથી જિલ્લાને નવા રાજ્ય સરકાર દ્વારા બે ધનવંતરી રથ ફાળવતા હવે જિલ્લામાં ત્રણ ધનવંતરી આરોગ્ય રથ થઈ થયા છે. જેને લઈને આઠ તાલુકામાં શ્રમિકોને વધુ સારી સેવાઓ મળશે.

એક ધનવંતરી રથમાં એક પાયલોટ, એક BHMS તબીબ, એક પેરામેડીક ટેકનીશીયન, એક લેબ ટેકનીશીયન અને એક લેબર કાઉન્સીલર એમ પાંચ જણા હશે. જે નક્કી કાર્ય મુજબ સ્થળ પર સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી સેવા આપશે. તો આ ધનવંતરી રથમાં શ્રમિકોને તાવ, બીપ, સુગર જેવી બીમારીઓની તપાસ કરી વિનામૂલ્યે દવાઓ આપવામાં આવે છે. સાથે બાંધકામ શ્રમિકોને ઇ-નિર્માણ કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ અને ABHA કાર્ડ કાઢી આપવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.