ખેડબ્રહ્મા ચેકપોસ્ટ નજીકથી બે શખ્સોને દેશી બનાવટની એક બંદુક સાથે ઝડપાયા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ચેકપોસ્ટ નજીકથી બે શખ્સો દેશી બનાવટની એક બંદુક સાથે ઝડપાયા હતા. જેને લઈને બે શખ્સો સામે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી બંને શખ્સને ઝડપી લઈને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર થઇ છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન છે જેને લઈને કાયદો અને વ્યવસ્થાને લઈને રાજસ્થાન અને ગુજરાત રાજ્યની આંતરરાજ્ય સરહદો પર ચેકપોસ્ટ બનાવવામાં આવી છે જે હાલમાં કાર્યરત છે. તે પૈકીની સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની પઢારા ચેકપોસ્ટ પર 24 કલાક ચેકિંગની કામગીરી ચાલતી હોય છે.
ખેડબ્રહ્મા પોલીસ PSI એ.વી.જોશી અને સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન પઢારા ચેકપોસ્ટ નજીક જતા ગરનાળા પાસેની ઝાડીઓમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં છુપાતો લપાતો જોવા મળ્યો હતો જેને લઈને સરકારી વાહન ઉભી રાખી નીચે ઉતરીને ઇસમને ફરતે કોર્ડન કરીને તેને પકડી લીધો હતો ત્યારબાદ તેના હાથમાં એક ફૂલ્લીદાર દેશી બનાવટની એક નાળીવાળી બંદુક મળી આવતા તેનું નામ પૂછતા તેને નાણાભાઈ લાલભાઈ ખોખરીયાના હોવાનું જણાવ્યું હતું. તેમજ બંદુક બાબતે પૂછપરછ કરતા બંદુક લાઈસન્સ વગરની હતી. પોતાના પૌત્ર કિશનભાઈ બાલુભાઈ ખોખરીયા આજથી બે વર્ષ અગાઉ ક્યાંકથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે નાણા લાલભાઈ ખોખરીયા વાળાને અંગ કબજામાં વગર લાયસન્સે ગેરકાયદેસર રીતે દેશી બનાવટની ફૂલ્લીદાર સિંગલ બેરલની બંદુક રૂ 5 હજારની સાથે પકડાઈ ગયો હતો અને આરોપી નં 2 કિશન બાલુભાઈ ખોખરીયાએ બંદુક ક્યાંકથી લાવી આપી હતી તે તપાસ હાથ ધરી હતી. જેથી બંને ઇસમો વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી બંનેને ઝડપી લઈને રિમાન્ડ માટે કોર્ટમાં આજે સાંજે રજૂ કરવામાં આવશે.