સાબરકાંઠામાં મહિલાના ગાળામાંથી સોનાનો દોરો તથા બુટ્ટીઓ લઇ બે શખ્સો ફરાર

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડરના બસ સ્ટેન્ડ થી એપોલો તરફ જતા રસ્તામાં એક મહિલાને ઉભી રાખી બે અજાણ્યા શખ્સોએ મેલી વસ્તુ નાખી નજર ચુકવી ગળામાં પહેરેલો સોનાનો દોરો તથા બે કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી મળી કુલ રૂપિયા 90 હજારની ચોરી કરી નાસી ગયા હતા. પ્રવિણાબેનને જાણ થતા તેમણે બુમાબુમ કરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. બનાવ અંગે મહિલાએ ઇડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.