પ્રાંતિજથી શેર બજારનો ડબ્બો રમાડતાં બે સગા ભાઈઓને પોલીસે પકડી પાડ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠાના પ્રાંતિજના વાધપુર રોડ ઉપર આવેલા છગનપુરામાં શેરબજારનો ડબ્બો રમાડતા કમાલપુર ગામના બે સગા ભાઈઓ સહિત ત્રણ સામે ગુનો નોધાયા બાદ પોલીસે બે સગા ભાઈઓને ઝડપી પૂછપરછ કર્યા બાદ જામીન પર છુટકારો થયો હતો. તો પોલીસે ફરાર શખ્સને પકડાવના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાંતિજના કમાલપુરના રશન ઓડ તથા પ્રવિણ ઓડ બે ભાઈઓ 250થી વધુ કોન્ટ્રેક નંબરોનું લિસ્ટ મેળવી પોતાના મોબાઈલ ફોનથી મોબાઈલ ધારકોને કોલ કરી પોતાના મોબાઈલમાં માર્કેટપ્લસ નામની એપ્લીકેશન, શેર બજારની વધઘટ જોઈ લોકોને શેર બજારમાં વધુ કમાઇ આપવાની ટીપ્સ આપી સ્ટોક બજારનું કોઈપણ લાયસન્સ વગર લે-વેચનો ધંધો કરાવી અને 10થી 30 ટકા જેટલું કમીશન પણ લેતા હતા.

જેને લઈને હિંમતનગર પોલીસ અધિક્ષકની કચેરી વિભાગમાં ફરજ બજાવતા સંજયસિંહ કેશરીસિંહએ બાતમી આધારે પ્રાંતિજ પોલીસને સાથે રાખી રેડ કરી કરશન ઓડ તથા પ્રવિણ ઓડ બંને ભાઇઓ તથા કરણસિંહ રાઠોડ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.