પ્રાંતિજના ટ્યુડોર ચાર રસ્તે અને વડવાસા પાસે હાઈવે પર ટ્રકચાલકોએ વાહનો મુકીને ચક્કાજામ કર્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ટ્યુડોર ચાર રસ્તા અને વડવાસા પાસે નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી ટ્રાફિક જામ કર્યો હતો જેને લઈને પ્રાંતિજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ત્યાર બાદ સમજાવટ ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. નવા કાયદાને લઈ પ્રાંતિજ મામલતદારને ટ્રકચાલકોએ આવેદનપત્ર પણ આપ્યું હતું.આ અંગેની વિગત એવી છે કે, ટ્રકચાલકો સરકારના નવા કાયદાના વિરોધમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ હડતાલ કરી રહ્યાં છે અને રોડ પર જામ કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વર્ષના પ્રારંભે પ્રથમ દિવસે સોમવારે પ્રાંતિજના ટ્યુડોર ચાર રસ્તે નેશનલ હાઈવે પર પ્રાંતિજ અને આસપાસના ટ્રકચાલકોએ પોતાના વાહનો રોડ વચ્ચે ઉભા રાખી ચક્કાજામ કર્યો હતો. જેને લઈને રોડ પર ટ્રાફિકજામ થયો હતો. જેને લઈને પ્રાંતિજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સમજાવટ કરીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.


પ્રાંતિજ અને આસપાસના ટ્રકચાલકોએ પ્રાંતિજ મામલતદાર કચેરી પહોંચીને મામલતદારને સંબોધન કરતું આવેદનપત્ર શીરસ્તેદારને આપ્યું હતું. જેમાં મોટરવ્હીકલ એક્ટની 1988ની કલમ 161 તથા 164 મુજબની કલમ 104/2 મુજબ ડ્રાઈવરથી એક્સીડન્ટ થતા 10 વર્ષની કેદ તથા દંડ માફ કરવા તથા કાયદો રદ કરવા વિષય સાથે વિવિધ મુદ્દાઓ પણ ટાંક્યા હતા.બીજી તરફ પ્રાંતિજના વડવાસા પાસે બપોરના સમયે ટ્રકચાલકોએ ટ્રાફિક જામ કર્યો હતો. જેને લઈને નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ થયો હતો. જેથી પ્રાંતિજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિકજામ ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે ટ્રાફિકજામના મેસેજને લઈને ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ટ્રાફિકજામ ખુલી ગયો હતો. હાલમાં ટ્રકચાલકોના રાજ્ય ભરમાં અલગ અલગ વિસ્તારમાં વિરોધને લઈને સાબરકાંઠા પોલીસ પણ હવે એલર્ટ થઇ ગઈ છે અને પોત પોતાના વિસ્તારમાં ટ્રાફિક જામની ઘટના ના બને જેને લઈને સતર્ક બની ગઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.