ફૂલો અર્પણ કરી શ્રધ્ધાંજલી : પોલીસ વેલ્ફેરમાંથી રૂ 2 લાખનો ચેક અને સાબરકાંઠા પોલીસ દ્વારા રૂ 51 હજારની સહાય અપાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સારોલી ગામે ASIના ઘરે DG અને તેમના પત્ની સાથે પહોંચીને શ્રધ્ધાંજલી આપી પરિવારજનોને સાંત્વના આપી હતી. પોલીસ વેલ્ફેરમાંથી રૂ 2 લાખનો ચેક અને સાબરકાંઠા પોલીસ દ્વારા રૂ 51 હજાર રોકડા આપ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ કણભા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI બળવંતભાઈ નીનામા તેમના વિસ્તારમાં છ દિવસ પહેલા 24મી જાન્યુઆરીએ બુટલેગરની ગાડીનો પીછો કર્યો હતો. દરમિયાન બુટલેગરે પોલીસની ગાડીને ટક્કર મારતા ASI બળવંતભાઈ સહિત ચાર પોલીસ કર્મીઓને ઇજાઓ થઈ હતી. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત ASI બળવંતભાઈનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તેમના વતન સારોલીમાં ગાર્ડ ઓફ ઑનર સાથે પોલીસ કર્મીને વિદાય આપી હતી.

દરમિયાન ગુજરાતના DG વિકાસ સહાય અને તેમની પત્ની શનિવારે વિજયનગરના સારોલી ગામે ASI બળવંતભાઈ નીનામાના ઘરે આવ્યા હતા. જ્યાં ફૂલો અર્પણ કરી શ્રધ્ધાંજલી આપી હતી.18 મિનિટ પરિવારો સાથે DG વિકાસ સહાય અને તેમની પત્ની અને પોલીસ પરિવાર સાથે રહીને પૃચ્છા કરી સાંત્વના પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.