ખેડબ્રહ્મા શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્મા સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મકાનને તાળુ મારી પરિવારજનો અમદાવાદ ગયા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઇસમોએ બંધ મકાનનું તાળુ તોડી તિજોરીમાં રાખેલ રોકડ રૂકમ રૂપિયા 6 લાખ, 15 તોલાના સોના ચાંદીના દાગીના રૂ. 9 લાખના મળી કુલ રૂપિયા 15 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા. ચોરીના બનાવ અંગે ખેડબ્રહ્મા પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરા તેમજ ડોગસ્કવોર્ડની મદદની તપાસ હાથ ધરી છે. ખેડબ્રહ્માના સ્ટેશન વિસ્તારમાં આવેલ એક મકાનમાં કોઠારી સુધીર કુમાર ચંપકલાલ પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી તેઓ મકાનને તાળુ મારી અમદાવાદ ખાતે રહેતા પોતાના દીકરાના ઘરે ગયા હતા. તે દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઇસમોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનના બહારના ગેટનું તાળુ તોડી ઘરના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી સોનાના પાટલા બે જોડી, સોનાનું કડુ એક, સોનાની ચેન ચાર, સોનાની લકી એક, સોનાનું પેન્ડલ એક, સોનાની વીંટી નંગ સાત, ચાંદીના છડા પાંચ જોડી, ચાંદીના સિક્કા મળી દોઢ કિલો ચાંદી સાથે રૂ. 9 લાખના અને 6 લાખ રોકડ મળી 15 લાખની મત્તાની ચોરીના બનાવની જાણ થતા કોઠારી સુધીરકુમાર ચંપકલાલ દ્વારા ખેડબ્રહ્મા પોલીસને જાણ કરવામાં આવી હતી. ખેડબ્રહ્મા PSI સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરા તેમજ ડોગ સ્કવોડની મદદ લેવામાં આવી છે.

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂની હેરાફેરી કરનાર પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા ઘણા વર્ષોથી નાસતા ફરતા આરોપીને ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન LCBના ચાંપાભાઇ અને ગોપાલભાઇને બાતમી મળી હતી કે, અમદાવાદ, જામનગર, અમદાવાદ ગ્રામ્ય સહિત રાજસ્થાનમાં પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ઘણા વર્ષોથી નાસતો ફરતો આરોપી બહેરભાઇ ઉર્ફે બેચો વેલાભાઇ ડામોર (રહે. બોરકાપાની, બીંછીવાડા, જિ.ડુંગરપુર, રાજસ્થાન)નો હિંમતનગર ટાવર રોડ પર ઉભો છે. તે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. આમ ગુજરાત રાજયમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર પ્રોહિબીશનના 6 ગુનાઓ કરી છેલ્લા ઘણા વર્ષોથી નાસતા ફરતા વધુ એક આરોપીને પોલીસે ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.