આવતીકાલે જિલ્લાની 6 નગરપાલિકામાં 500થી વધુ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને પેન ડાઉન કરશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાની 6 નગરપાલિકાના 500થી વધુ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને સોમવારે પેન ડાઉન કરશે. જેને લઈને અરજદારો અને નગરજનો હાલાકીનો સામનો કરવો પડશે. તો અગામી દિવસોમાં કોઈ નિરાકરણ નહિં આવે તો દિવાળી ટાણે સફાઈ પણ બંધ થઇ શકે છે. જેને લઈને કર્મચારીઓ પાલિકામાં ચીફ ઓફિસરોને આવેદનપત્ર આપી અચોકકસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.

આ અંગે સાબરકાંઠા જિલ્લા મ્યુનિસિપલ કર્મચારી સંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને મહામંત્રી હેમંત ધુવાડે જણાવ્યું હતું કે, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ નગરપાલિકામાં 500થી વધુ કર્મચારીઓ છે. તો અખિલ ગુજરાત પાલિકા કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પાલિકા કર્મચારી મહામંડળના નિર્ણય બાદ વિવિધ કાર્યક્રમો કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો શનિવારે જિલ્લાની 6 નગરપાલિકામાં કર્મચારીઓએ ચીફ ઓફિસરોને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમોની જાણ કરી છે અને પડતર માંગણીઓનું નિરાકરણ નહિં આવે તો પાલિકા વિસ્તારના નગરજનોને ભારે હાલાકી ભોગવવી પડી શકે તેમ છે.

તો આવતીકાલે 17 ઓક્ટોમ્બરને સોમવારે 6 પાલિકાના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને પેન ડાઉન કરશે. ત્યારબાદ 18મી ઓક્ટોમ્બરે મંગળવારે પાલિકા વિસ્તારમાં પાણીનો પુરવઠાનો સપ્લાય બંધ થશે, 19મી ઓક્ટોમ્બરને બુધવારે સ્ટ્રીટ લાઈટનો પુરવઠો બંધ થશે. 20 ઓક્ટોમ્બરને ગુરુવારે પાલિકા વિસ્તારમાં સફાઈને આનુસંગિક કામગીરી બંધ થશે અને 21 ઓક્ટોબરને શુક્રવારે આવશ્યક સેવાઓને લગત તમામ કામગીરી બંધ કરવામાં આવશે તેવી લેખિત જાણ કરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.