હિંમતનગર થી નરોડા સુધીના 12 રેલવે સ્ટેશનો પર ત્રણ દિવસનું સતર્કતા અભિયાન શરુ
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર મહિલા મુસાફર સ્ટેશનની સામે ભરાયેલા પાણીમાંથી પસાર થયા બાદ સ્ટેશનમાં આવતા જ થાંભલાને અડકી જતા વીજ કરંટ લાગ્યું ને મોત નીપજ્યું હતું. બાદમાં દેશમાં રેલવે વિભાગ ભવિષ્યમાં વીજ દુર્ઘટનાથી સરકાર તેને લઈને ત્રણ દિવસનું સતર્કતા અભિયાન શરું કરવામાં આવ્યું હતું.હિંમતનગરથી નરોડા સુધીના રેલવે સેક્શનમાં આવેલા પ્રાંતિજ, તલોદ, રખિયાલ, દહેગામ સહિતના 12 રેલવે સ્ટેશનો પર રેલવે ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર પંખા, ટ્યુબ લાઈટ સહિતના વીજ થાંભલા અને વીજ કરંટ પસાર થઇ શકે તેવી ચીજ વસ્તુઓનું ચેકિંગ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કમર્ચારીઓએ હાથ ધર્યું હતું. તો ત્રણ દિવસના સતર્કતા અભિયાનમાં ત્રીજા દિવસને શુક્રવારે પણ વહેલી સવારથી તપાસ હાથ ધરી હતી. રેલવે સ્ટેશન પર જ્યાં મુસાફરો પહોંચે ત્યાં આવેલા વીજળીના થાંભલાની ખાસ તપાસ કરવામાં આવી હતી. વિજવાયરો પણ ચેક કરવામાં આવ્યા હતા. તો સ્ટેશન પર વરસાદી પાણી ભરાતા હોવાથી તેની આસપાસના વીજ થાંભલા પણ ચેક કરવામાં આવ્યા હતા.