ઈડર તેમજ વડાલી તાલુકામાં એકજ રાતમાં ત્રણ એ.ટી.એમ મશીનો તૂટ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડર તેમજ વડાલી તાલુકામા શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ત્રણ એ.ટી.એમ મશીનો તોડી લાખોની ચોરીને અંજામ આપનાર ચોર ટોળકી પ્લાયન થઈ હતી. ત્યારે મહત્વની વાત એ છે કે એસ.બી.આઈ બેંકનાં એ.ટી.એમ માંથી લાખોની ચોરી કરવાના બનાવ ને લઇ બેંકના સિક્યુરિટી ગાર્ડ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે એકજ રાતમાં ઈડર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી આઇ.ડી.એફ.સી બેન્કનું એ.ટી.એમ અને વડાલીમાં પોલીસ મથકે થી થોડેક દૂર આવેલ એસ.બી.આઈ બેંકનાં એ.ટી.એમ સહિત વડાલીનાં ડોભાડા ચોકડી ખાતેના ખાનગી કંપનીના એ.ટી.એમ ને ગેસ કટર વડે કાપી એકજ રાતમાં ત્રણ એ.ટી.એમ મશીન માંથી લાખોની ચોરી થયા નો બનાવ સામે આવતા પોલીસ તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે ઈડર તેમજ વડાલી તાલુકાના એ.ટી.એમ મશીનો માંથી ચોરીને બેંક મેનેજરોએ ઈડર વડાલી પોલીસ મથકે ખાતે અજાણ્યાં ચોર ટોળકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.