વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક તબીબ નથી

સાબરકાંઠા
સાબરકાંઠા

વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક અને સોનોગ્રાફી મશીનની સુવિધાના અભાવે ગર્ભવતી મહિલાઓને પડતી મુશ્કેલીઓને લઈને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડાલી દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેક અને સોનોગ્રાફી મશીનના અભાવે તાલુકાના ગામડાઓમાંથી આવતી ગરીબ પરિવારોની સગર્ભાઓને તાત્કાલિક ઈડર કે ખેડબ્રહ્મા રીફર કરાય છે. આ સમયે ગર્ભવતી મહિલા કે અને બાળકને જોખમ રહે છે અને ગરીબ પરિવારોને ખોટો ખર્ચ ભોગવવો પડે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઈડર વડાલી ધારાસભ્ય હિતુ કનોડિયા છેલ્લા પાંચ વર્ષથી અવારનવાર આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવે છે પરંતુ હોસ્પિટલમાં જરૂરી પાયાની સુવિધા જેમકે મશીનરી, તબીબો ઉપલબ્ધ કરવામાં અસમર્થ રહેતા વડાલી તાલુકાની જનતામાં નારાજગી જોવા મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.