સોમનાથનો યુવાન અયોધ્યા દર્શન જવા માટે પગપાળા નીકળ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા મહોત્સવ છે. જેને લઈને દેશભરમાં ભક્તિનો માહોલ સર્જાયો છે. વિવિધ સંગઠનો અલગ અલગ આયોજનમાં લાગી ગયા છે. ત્યારે સોમનાથનો યુવાન અયોધ્યા દર્શન જવા માટે પગપાળા નીકળ્યો છે જે આજે હિંમતનગરથી પસાર થયો હતો.ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ધામધૂમથી ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા થશે. ત્યારે ભક્તો અલગ અલગ રીતે ભક્તિ પ્રેમ પ્રગટ કરતા જોવા મળે છે. ક્યાંકથી મંદિરમાં વિશેષતા સાથે તીર, બાણ, ઘંટ, નગારું અને અગરબત્તી ભક્તો દ્વારા યાત્રા સ્વરૂપે અયોધ્યા લઇ જવામાં આવી રહ્યું છે. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદ અને વિવિધ સંગઠનો દ્વારા ઘરે ઘરે રામ મંદિર અભિયાનને જોર શોરથી શરૂ કર્યું છે.


બુધવારે સવારે હિંમતનગરના કાંકરોલ નજીકથી અયોધ્યા પગપાળા જતો યુવાન કાંકરોલ આશ્રમ ખાતે પહોંચ્યો હતો જ્યાં ગુરુજીની પ્રતિમાને નમન કર્યા બાદ અયોધ્યા તરફની વાટ પકડી હતી. અયોધ્યા પગપાળા જતો યુવાન કેસરી ફેટીયું એક હાથમાં ધજા સાથે સોમનાથ ઘરેથી 25 ડિસેમ્બરે મહેન્દ્રસિંહ છોગારામ ભાટી પગપાળા અયોધ્યા જવા નીકળ્યો હતો. જે રોજનું 60થી 70 કિમી અંતર કાપે છે. ત્યારે 10માં દિવસે હિંમતનગરથી પસાર થયો હતો અને શામળાજી તરફ વાટ પકડી હતી. જે યુવાન જયશ્રી રામના નારા સાથે ઉજૈન મહાકાલના દર્શન કરીને અયોધ્યાપહોચશે. સોમનાથથી અયોધ્યા 1762 કિમી અંતર યુવાન કાપીને 22 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.