મહિલા ખેડૂતની જાણ બહાર બે લાખ લોનની નોંધ પાડી; કાર્યવાહી ન કરાય તો કોર્ટમાં જવાની ચીમકી

સાબરકાંઠા
સાબરકાંઠા

બાયડ મામલતદાર કચેરીનો વહીવટ સદંતર ખાડે જતો રહ્યો હોવાનું બહાર આવ્યું છે. કચેરીના વહીવટને લઇ ચારે તરફ શંકા ઊભી થઈ છે. ત્યારે બાયડ શહેરના મહિલા ખેડૂત ના ખાતામાં તેમની જાણ બહાર 2 લાખના લોનની નોંધ પડી જતાં હલચલ મચી ગઈ છે.આ અંગે મળેલી વિગતો અનુસાર બાયડના રહીશ સુશીલાબેન ભરતભાઈ બારોટ ને મામલતદાર કચેરીમાંથી ઓચિંતો ફોન આવતાં તેઓ કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમને જણાવાયું કે તમારી જમીન ઉપર બે લાખની લોનની નોંધ પાડવામાં આવી છે આ વાત ખેડૂત મહિલાએ જાણતાં જ મહિલાએ કચેરીના અધિકારીઓને આડે હાથે લીધા હતા જેને લઇ અધિકારીઓના હોશકોશ ઊડી ગયા હતા.

બબાલ ઊભી થતાં દલાલો રફૂચક્કર
આ પ્રકરણમાં મહિલાના પતિ ભરતભાઈ બારોટે જણાવ્યું કે તેમની બાયડમાં આવેલી જમીનના સરવે નંબર 1620 માં બાયડ બેંક દ્વારા પણ શરતચૂક થઈ હોવાનું જણાવ્યું હતું છતાં પણ કચેરીના અધિકારીઓએ કાગળો જોયા વગર જ બે લાખની કાચી નોંધ પાડી દેતાં હલચલ મચી હતી. કચેરીમાં એક તરફ આ બબાલ ઊભી થતાં શંકાસ્પદ રીતે દલાલો રફૂચક્કર થઈ ગયા હતા ખેડૂતે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે કોઈપણ કાગળ જોયા વિના અંગૂઠો મુકાવી કાચી નોંધ કોના ઇશારે પાડવામાં આવી છે તે કચેરી નહિ જણાવે તો ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી કોર્ટના દ્વાર પણ ખખડાવાશે.

તપાસ કરી પગલાં ભરીશું
બાયડ મામલતદાર જાગૃતીબેન ચૌધરીએ જણાવ્યું કે તપાસ કરતાં આ ભૂલ બેન્કની છે અમારી નથી.બેન્કને જાણ કરાશે.

અન્ય ખેડૂતો પણ દોડી આવ્યા
વાત વાયુવેગે પ્રસરતા અન્ય ખેડૂતો પણ પોતાના સર્વે નંબરોમાં એન્ટ્રીઓની તપાસ કરવા માટે દોડી પહોંચ્યા હતા.

દલાલોના કામ ઝડપથી થાય છે
કચેરીમાં દલાલો સવારથી જ લોકોને લૂંટવાનું શરૂ કરે છે. આ દલાલો ખિસ્સા ગરમ કરતાં કર્મીઓ ઝડપી કામ કરતા હોવાનો ગણગણાટ કચેરીમાં શરૂ થઈ ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.