ખેડબ્રહ્મામાં બે અલગ અલગ સ્થળે ચોરી થઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહ્મા તાલુકામાં બે અલગ અલગ સ્થળે ચોરી થતા ફરિયાદ નોંધાઇ છે. ખેડબ્રહ્મામાં હોટલ નજીક પાર્ક કરેલ બાઈક ચોરાઈ હતી તો સેબલિયા ગામમાં મોબાઈલ ટાવરના સામાનની ચોરી થઇ હતી. આમ, ખેડબ્રહ્મા અને ખેરોજ પોલીસ સ્ટેશમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ હતી.

ખેડબ્રહ્માના ઠાકરડાવાસમાં રહેતા રમેશની બાઈક બે દિવસ પહેલા માતાજીના મંદિર નજીક આવેલ એટીએમ પાસે લાલભાઈ હોટલ પાસે સ્પ્લેન્ડર પાર્ક કરી હતી એ દરમિયાન રાત્રીના સમયે 10:45 થી 23:00 વાગ્યાના ગાળામાં 15 મીનિટના સમયમાં ચોરી થઇ હતી. જે અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં 25 હજારની બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.

તો બીજી ચોરી ખેડબ્રહ્માના સેબલિયા ગામમાં આઠ દિવસ પહેલા જીઓ મોબાઈલ કંપનીના ટાવરમાંથી જનરેટર બેટરી, RRH ના પાવર કેબલ નંગ 12, છીપરી કેબલ નંગ 3, પેજ્કોડ, કનેક્ટર ડીસી પાવર, 50 મીટર કેબલ, કેટ નંગ 5, કેબલ 50 મીટર, પાવર કોડડીસી 2 મીટર, કેબલ ગ્રાઉન્ડીગ 10 મીટર, RDU પાવર કેબલ 1, આર્મર પાવર કેબલ 18 મીટર અને ELCB મળી રૂ.70 હજારની મત્તાની ચોરી થતા ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.