હિંમતનગર પ્રથમા IVF સેન્ટરમાં 50 હજારની ચોરી,બાઈર ચોર ઝડપાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના સરકારી જીન રોડ પર આવેલ લક્ષ્મી કોમ્પ્લેક્ષમાં પ્રથમા IVFમાં ચોરીની ઘટના ઘટી છે. તસ્કરોએ શટરનું તાળું તોડી રૂ. 50 હજારની રોકડ લઈ ગયા હતા. આ બાબતે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 27 ફેબ્રુઆરીએ પ્રથમા IVFમાં અજાણ્યા ઈસમો તાળું તોડી ટેબલના ડ્રોવરમાં રાખેલા 50 હજાર રૂપિયા લઈ ગયા હતા.આ અંગે IVF સેન્ટરમાં નોકરી કરતા ભાવિકભાઈ હીરાભાઈ ચૌધરીએ ફરિયાદ નોધાવી છે.

ઈડરમાં સાત દિવસ પહેલા સોનોગ્રાફી સેન્ટરની બાજુમાં આવેલ ચાની કીટલી આગળ પાર્ક કરેલ હીરો હોન્ડાનું બાઈક ચોરાઈ ગયું હતું. રાજસ્થાન પાર્સિંગ ધરાવતું હીરો હોન્ડા બાઈકની કિંમત 15 હજાર રૂપિયા હતી. 25 ફેબ્રુઆરીએ સાંજના 7 વાગ્યે કોઈ અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી લઈ ગયો હતો. જે અંગે ઈડર પોલીસ સ્ટેશનમાં આમ્રપાલી સોસાયટીમાં રહેતા અરવિંદકુમાર ઉત્તમચંદજી જૈને ફરિયાદ નોંધાવી છે.

હિંમતનગરની નવી સિવિલના પાર્કિંગમાંથી ચોરીના બાઈક સાથે રાજસ્થાનના શખ્સને બાતમી આધારે એ ડીવીઝન પોલીસે ઝડપ્યો હતો. હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા વિજયકુમારના ઘરેથી પલ્સર બાઈક 28 ફેબ્રુઆરીની રાત્રે ચોરી થયું હતું. બીજી તરફ PI એચ.બી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ ચોરીની ઘટનાને લઈને તપાસ ચાલુ હતી ત્યારે પોલીસ બાતમીના આધારે નવી સિવિલના પાર્કિંગમાં પહોંચી હતી. જ્યાંથી રાજસ્થાનના ડુંગરપુરના લાલાભાઈ ડામોરને ચોરીની પલ્સર સાથે ઝડપી લીધો હતો.

પોલીસે પૂછપરછ કરતા તેની સાથેના ગામના બે ઇસમોએ મળી છાપરિયા વિસ્તારમાંથી આ પલ્સર ચોરી કર્યું હતું તેમ કબુલ્યું. જેને લઈને પોલીસે બાકીના બે ફરાર ચોરો રાજુ બાબુ ડામોર અને અનીલ લીમ્બાતને પકડવા તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.