સરકારમાં વારંવાર માંગણી કરી છતાં કોઈ ફાળવણી નહિ થતા એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થિઓને બેસવું પડે છે

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં જૂની સિવિલમાં સરકારી સ્કૂલ ઓફ નર્સિગ કોલેજમાં વિદ્યાર્થિનીઓ બસના બદલે એમ્બ્યુલન્સમાં નવી સિવિલથી પ્રેક્ટીકલ પૂર્ણ કરીને પરત આવી હતી. એમ્બ્યુલન્સમાં 30થી વધુ વિદ્યાર્થિનીઓ જોવા મળી હતી. સરકારમાં વારંવાર માંગણી કરી છતાં કોઈ ફાળવણી નહિ થતા એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થિઓને બેસવું પડે છે. હિંમતનગરની જુની સિવિલ હોસ્પિટલમાં સરકારી સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજ આવેલી છે. જેમાં GNMના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષમાં 150થી વધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીઓને કોલેજમાં થીયરી બાદ પ્રેક્ટીકલ માટે રોજ જુની સિવિલ હોસ્પિટલમાં પ્રેક્ટીકલ માટે એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવે છે.

જ્યાં પ્રેક્ટીકલ પૂર્ણ કર્યા બાદ બપોરે 12 કલાકે પરત કોલેજમાં આવે છે. સરકારી નર્સિગ કોલેજની બસ કંડમ થયા બાદ વિદ્યાર્થિનીઓને જુની સિવિલથી નવી સિવિલ 3 કિમી જવા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવે છે. વિકાસશીલ ગુજરાતમાં હાલમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થિઓને બસના બદલે એમ્બ્યુલન્સમાં બેસીને પ્રેક્ટીકલ માટે જવું પડે છે. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ CDMO જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા કોલેજની બસ કંડમ કરવામાં આવી હતી. ત્યારબાદ સરકારમાં નવીન બસ ફાળવણી કરવા માટે રજૂઆત કરી છે ત્યારે, વૈકલ્પિક વ્યવસ્થાને લઈને એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થિનીઓને મોકલવામાં આવે છે. રોજની એક બેચ પ્રેક્ટિકલ માટે જાય છે. એમ્બ્યુલન્સમાં 15 વિદ્યાર્થિઓને બેસાડી બે ફેરા મારવા માટેની સુચના કરી છે. સરકારમાંથી ઝડપી બસ ફાળવણી થાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.