ઇડરના ગોરલ ગામની સર્પ મિત્ર ટીમે ગરીબ પરિવારને શૌચાલય-બાથરૂમ બનાવી આપ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડરના ગોરલની સર્પ મિત્ર ટીમ દ્વારા પાંચ દીકરીવાળા પરિવારને શૌચાલય અને બાથરૂમ બનાવી આપી શૌચ માટે બહાર જવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી દિવાળી ભેટ આપી હતી. ગોરલમાં રહેતા પ્રદીપભાઈ પટેલ સર્પ મિત્ર તરીકે ઓળખાય છે અને કોઈના ઘરમાં સાપ આવ્યો હોય તો તેને પકડી જંગલમાં છોડી દેવાનું કામ કરે છે. સાથે સાથે તે અને તેમની ટીમના મિત્રો દ્વારા જરૂરિયાતમંદોને સહકાર આપતા અનેક સેવાના કાર્યો પણ કરે છે. જેમાં ગોરલમાં રાજુભાઇ પંડ્યાના પરિવારમાં પાંચ દીકરીઓ છે.

ગરીબ પરિવાર હોવાથી ઘરમાં જીવન જરૂરિયાત સહિતની ચીજવસ્તુનો અભાવ છે. પાંચ દીકરી સહિતનો આખો પરિવાર કપડાની આડસ મૂકી બાથરૂમ બનાવી દિવસો વિતાવતો હતો. આ બાબત ની જાણ ગોરલમાં રહેતા સર્પમિત્ર પ્રદીપ પટેલને થતાં રાજુભાઈના પરિવારની મુલાકાત લઇ તેમની જરૂરિયાત જાણવાનો પ્રયત્ન કર્યો હતો.રાજુભાઈના જણાવ્યા મુજબ જરૂરિયાતોમાંથી સૌથી પહેલી જરૂરિયાત શૌચાલય અને બાથરૂમની હતી. એમના જણાવ્યા મુજબ દીકરીઓને શૌચાલય માટે દૂર નદી કિનારે જવું પડતું હતું.

આ જરૂરિયાતને પૂરી કરવા માટે પ્રદીપભાઈ અને એમની ટીમ દ્વારા ઝુંબેશ ઉપાડી આજે બે જ મહિનામાં શૌચાલય અને બાથરૂમ બનાવી આપી ખાર કૂવાની અને પાણી માટે અંડર ગ્રાઉન્ડ ટાંકાની પણ વ્યવસ્થા કરી આપી હતી. કોઈ પણ પરિવારને ઘર અને શૌચાલય વિના ન રહેવા દેવાના વાયદા કરતી આ સરકારમાં જે કાર્ય પંચાયત ન કરી શકી એવું તંત્રની પોલ ખોલતું અને માનવતા મરી પરવારી નથી એનું ઉમદા ઉદાહરણ પૂરું પાડતું કાર્ય કર્યું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.