ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સિંચાઈ વિભાગ દ્વારા દબાણો દૂર કરાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગલેચી ભાગોળ કિનારા ઉપર બોખ પટામાં કાચા-પાકા દબાણો ઉપર સિંચાઈ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીથી 11થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેને લઈને 50 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી થઇ હતી.
ગલેચી ભાગોળના કિનારા પર 11 જેટલા કાચા-પાકા દબાણો હતા, જેને હટાવવા માટે આખરી નોટિસ આપી હતી અને સિંચાઈ વિભાગ, રેવન્યુ વિભાગ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરી દેવાયા છે. જેને લઈને 50 હજાર ચોરસ મીટર ખુલ્લી કરવામાં આવી છે. અગામી સમયમાં ફરીથી દબાણ ના થાય તેને લઈને આ જગ્યા સુરક્ષિત માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.
2018માં થયેલા દબાણ હટાવવામાં આવ્યા હતા. જ્યાં ફરીથી દબાણો કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને વારંવાર નોટિસ આપવામાં આવતી હતી. જો કે તો પણ ખાલી નહિ કરતા 18 ફેબ્રુઆરી 2024 એ 20 ફેબ્રુઆરીએ દબાણ હટાવી દેવા માટે આખરી નોટિસ આપી હતી. જેને લઈને સિંચાઈ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીથી કાર્યવાહી શરુ કરી હતી. જેને લઈને સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.