હિંમતનગરમાં પોલીસે બંદૂક સાથે શખ્સને ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એન.એન.રબારીના માર્ગ દર્શન હેઠળ PSI કે.બી.ખાંટ અને SOG સ્ટાફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમી આધારે જામળા ગામની સીમમાં આવેલા રમણભાઈ પટેલના કુવા પર છાપરામાં રહેતો અને મૂળ મહેસાણાના વિજાપુર રેલવે ફાટક પાસે રહેતા 23 વર્ષીય હુસેન સુમાર સિંધી(ડફેર) પાસેથી ગેરકાયદેસર બંદૂક રૂ. 5 હજાર સાથે ઝડપી લીધો હતો અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.