સાબરકાંઠામાં જિલ્લા કલેકટર દ્વારા 26 નવેમ્બર સુધી હુકમ અમલમાં રહેશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયા પ્રેમીઓ દ્વારા રોડ ઉપર વાહનોપાર્ક કરી જાહેરમાં રખડતા પશુઓને ઘાસચારો ખવડાવાતો હોય છે. જે લોકોના સ્વાસ્થ અને જાહેર માર્ગ સલામતિને ભયરૂપ થઈ માર્ગ અકસ્માત થવાની શક્યતાઓમાં વધારો કરે છે. આથી આમ જનતાની સલામતીના હેતુસર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર રસ્તાઓ, જાહેર માર્ગો, ફૂટપાથો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવાની બાબતો ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

આ પ્રતિબંધિત વિસ્તાર રિલાયન્સ માર્ટ સામે, બેરણા રોડ, હિંમતનગર, જૂની જિલ્લા પંચાયતની આગળ રેલવે ફાટક સામે, દુર્ગા કોમ્પલેક્ષવાળા રેલવે ફાટક પાસે, સી.સી શેઠના પેટ્રોલ પંપ સામે ગળનાળા ઉપર, જેપી મોલ સામે મહાકાલી -ગાયત્રી મંદિર રોડ, ધાણધા ફાટક પાસે, છાપરીયા ચોકડી હનુમાનજી મંદિર પાસે, બળવંતપુરા ફાટક પાસે, ડેમાઇ રોડ વગેરે જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ હુકમ તા. 26 નવેમ્બર 2022 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.