હિંમતનગરમાં નગરપાલિકા વિસ્તારમાં આજથી ધારાસભ્યએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની હિંમત હાઇસ્કૂલ ખાતે નગરપાલિકાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે ધારાસભ્યવી.ડી.ઝાલાએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ સરકારી યોજનાઓ વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દરેક લોકોએ સરકારી યોજનાઓનો લાભ લઈ અન્ય લોકોને પણ યોજનાઓ વિશે જણાવી આંગળી ચિંધવાનું પુન્ય મેળવવા જણાવી વધુમાં વધુ લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે આ યાત્રા આવી હોવાનું ઉમેર્યું હતું. સૌ લોકો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાય અને 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવા સંકલ્પ લેવા અપીલ કરી હતી.


આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-2047ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની સાથે સાથે નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેની મહાનુભવોએ મુલાકાત લઈ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નૈમેષ દવે, પ્રાંત અધિકારી જયંત કિશોર, ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિમાલભાઈ ઉપાધ્યાય, અગ્રણી કૌશલ્યાબા, સિદ્ધાર્થ પટેલ, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી, કર્મચારીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.