હિંમતનગરના ઘોરવાડામાં પાંચ કલાક ડુંગર પર દીપડો બેસી રહ્યો; રહીશોએ વન વિભાગને જાણ કરી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રહેણાંક વિસ્તારના ડુંગર પર પાંચ કલાક દીપડો બેસી રહ્યો હતો. તો સાથે રહીશો જગ્યા અને બેટરીનું લાઈટ અને ફટાકડા ફોડી ભગાડવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. દીપડો રહેણાંક વિસ્તાર નજીક દેખાતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના ઘોરવાડા, નાની ડેમાઈ, તીતપુર સહિતના વિસ્તારમાં છેલ્લા એક માસથી દીપડો ફરી રહ્યો છે અને બકરા સહિતના પશુઓનું મારણ કરી રહ્યો છે. 10 દિવસ પહેલા રાવળ બકરા ચરાવવા ગયો તે સમયે રાવળની સામે જ દીપડો બકરાને ઉઠાવી લઇ ગયો હતો. જેને લઈને વન વિભાગને જાણ કરી હતી. ઘોરવાડાથી ચોટીલા જવાના માર્ગ પર વન વિસ્તારમાં મોડી સાંજે દીપડો રોડ પર ચાલતો જતો હોય છે, તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.

રવિવારે મોડી સાંજે 5.45 વાગે તો ગામના વન વિસ્તારમાંથી ઘોરવાડા ગામમાં રહેણાંક વિસ્તારના ડુંગર પર દીપડો આવીને બેસી ગયો હતો. જેને લઈને ડુંગરની બંને તરફના રહેણાંક વિસ્તારના રહીશો અને ગ્રામજનો ટોળે વળ્યા હતા. તો મોડી સાંજના 7 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી દીપડો ડુંગર પર બેસી રહ્યો હતો. ગ્રામજનો ટોળે વળીને બેટરીની લાઈટ મારીને ફટાકડા ફોડી ભગાડવા પ્રયત્ન કર્યો હતો. પાંચ કલાક બાદ રાત્રે 12 વાગે દીપડો ડુંગર પરથી જતો રહ્યો હતો.

રહેણાંક વિસ્તારમાં ડુંગર પર દીપડો આવી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. રાત્રી દરમિયાન દીપડો જતો રહ્યો, પણ રહીશોએ જાગતા આરામ કરવો પડ્યો હતો. ગ્રામજનો અને ડુંગર આસપાસના રહોશોએ વન વિભાગ પાસે દીપડાને પાંજરે પુરવા માગ કરી છે.

આ અંગે ડુંગર 200 નજીક રહેણાંક મકાનમાં રહેતા રહીશ મનહરસિંહ રહેવરે જણાવ્યું હતું કે, મોડી સાંજે ડુંગર પર દીપડો આવી બેસી ગયો હતો. જેને લઈને અમારે બેટરીની લાઈટ મારીને ફટાકડા ફોડવા પડ્યા હતા, પરંતુ રાત્રે 12 વાગે દીપડો ગયો હતો. અમારે આખી રાત જાગતા આરામ કરવો પડ્યો હતો. તો એક મહિનાથી આસપાસના ગામના વિસ્તારમાં દીપડો આવ્યો છે. સ્થાનિકોમાં ડુંગર પર દીપડો આવતા ભયનો માહોલ વ્યાપી ગયો છે. જેને લઈને વન વિભાગ દીપડાને પાંજરે પુરવા પાંજરું મુકે તેવી માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.