સાબરકાંઠાની 4 વિધાનસભાના 26 ઉમેદવારોનું ભવિષ્ય 8મીએ થશે નક્કી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભામાં સરેરાંશ 71.45 ટકા મતદાન થયું હતું. જેમાં સરેરાશ ટકાવારી પ્રમાણે સ્ત્રીઓ કરતા પુરુષોએ વધુ મતદાન કર્યું હતું. બીજી તરફ કેટલાય મતદાન બુથ પર લાંબી લાઈનો લાગી હતી. જેને લઈને મતદાન મોડે સુધી ચાલ્યું હતું, તો 1323 મતદાન મથક પર 26 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં બંધ થઇ ગયું હતું.

ભાજપ, કોંગ્રેસ, આપ અને અન્ય પક્ષના મળી હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભામાં 26 ઉમેદવારો માટે 1323 મતદાન મથક પર મતદાન થયું હતું. જિલ્લામાં સરેરાશ 71.45 ટકા મતદાન નોધાયું હતુ. તો સ્ત્રીઓએ 68.45 ટકા અને પુરુષોએ 74.32 ટકા મતદાન કર્યું હતું, તો અન્યનું 51.52 ટકા મતદાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.