હિંમતનગર અને તલોદમાં 34 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તલોદમાં બે સ્થળે 34 કેન્દ્રો પર આજે ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા વર્ગ 1-2ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3405 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાર્થીઓ ગેરહાજર વધુ રહ્યા હતા. પ્રથમ પેપર 10 વાગે અને બીજું પેપર 3 વાગે શરુ થયું હતું.ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ -1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની 200 માર્ક્સના એક એવા બે પેપર રવિવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તલોદ એમ સ્થળે 34 કેન્દ્રો પર 372 બ્લોકમાં સવારે 10થી 1 અને બપોરે 3થી 6 વાગે સુધી બે પેપર લેવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ પેપર 10 વાગે શરુ થવાને લઈને 9 વાગે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવાનો શરુ કરવામાં આવ્યો હતો.


આ અંગે સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1 અને 2ની પરીક્ષાના સવારે અને બપોરે બે પેપર હિંમતનગરમાં 31 કેન્દ્રો પર 342 બ્લોકમાં અને તલોદમાં 3 કેન્દ્રો પર 30 બ્લોકમાં લેવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાઈ હતી. પ્રથમ પેપરમાં 34 કેન્દ્રો પર 372 બ્લોકમાં 8917માંથી 3405 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 5512 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.