હિંમતનગરના માંકડી ઘાટા રોડ ઉપર કાર ઝાડ સાથે અથડાતાં ચાલકનું મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના માંકડી ઘાટા રોડ પર કારના ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડ પરથી ઉતર જઇ ઝાડ સાથે અથડાતા ગંભીર ઇજાઓને કારણે ચાલકનું મોત નિપજ્યુ હતુ ગાડીમાં સવાર ગાડી ચાલકની પ્રેમિકાને પણ ઇજાઓ પહોંચી હતી અને ઘટના અંગે ગાંભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર તા.16-02-22 ના રોજ સાંજે રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમાર (રહે.માંકડી, હિંમતનગર) તેની સેન્ટ્રો કાર નં. જી.જે-09-બી.એ-4566 લઈ ગોપાલકુંજમાં આવ્યા હતા અને તેમની પ્રેમિકા પૂનમબેનને ફોન કરી મળવા બોલાવતા આવી હતી અને રાજેન્દ્રસિંહે પેટ્રોલપંપ જઈ આવીએ કહેતા બંને ગાડી લઈ નીકળ્યા હતા અને બે-એક કલાક પછી ઘેર જવા નીકળતા માંકડી ઘાટા રોડ પર આશરે દસેક વાગ્યાના સુમારે રાજેન્દ્રસિંહે ગાડી પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી રોડની સાઈડમાં ઉતરી ઝાડ સાથે અથડાતા પલટી ખાઈ ગઇ હતી

રાજેન્દ્રસિંહને ગંભીર ઇજાઓ થઈ હતી તથા પૂનમબેનને પણ પગે ઇજા થઇ હતી. તે દરમિયાન પૂનમબેને મદદ માટે બુમાબુમ કરતા એક ઇકોના ચાલકે આવી પૂનમબેનને રોડ પર લઇ જઇ કોઇને અકસ્માત અંગે જાણ કરી પૂજનબેનને ઇકોમાં બેસાડી ગોપાલકુંજ ગામે ઉતાર્યા હતા અને પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરતાં સારવાર અર્થે ખસેડ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.