હિંમતનગરના ચીફ ઓફિસરની વીજાપુર અને રાધનપુરના મહિલા ચીફ ઓફિસરની હિંમતનગર નગરપાલિકામાં બદલી કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 26 શહેરોની નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ચીફ ઓફિસરોને તાત્કાલિક બદલી સ્થળે પહોંચવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. રાજ્યની 26 નગરપાલિકાના ચીફ ઓફિસરોની સામૂહિક બદલીના હુકમ ગતરાત્રે કરવામાં આવ્યા હતા.સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ઇડરની નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફીસર અલ્પેશ પટેલની વિજાપુર નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે. જ્યારે રાધનપુર નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર કુ.વૈશાલીબેન નીનામાની બદલી હિંમતનગર નગરપાલિકામાં કરવામાં આવી છે. ત્યારે ઇડર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીની વડનગર નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે. આમ સાબરકાંઠા જિલ્લાની છ નગરપાલિકા પૈકી બે નગરપાલિકાના ચીફ ઓફિસર બદલાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.