ચેમ્બરનું ઢાંકણ તૂટી જતા રોડ પર જતી કાર ચેમ્બરમાં ખાબકી : જેને લઈને રોડ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા જૂની જિલ્લા પંચાયત પાસે શૌચાલય આગળ રોડ પર પાણી પુરવઠા વિભાગના વાલના ચેમ્બરનું ઢાંકણ આજે તૂટી જતા રોડ પર જતી કાર ચેમ્બરમાં ખાબકી હતી. જેને લઈને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત શૌચાલય આગળ રોડ પર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની પાણી આપવા માટેની પાઈપલાઈન માટેના વાલનું ચેમ્બર બનાવવામાં આવ્યું છે. જે ચેમ્બર પર મુકવામાં આવેલું ઢાકણ વારંવાર તૂટી જાય છે. જેને લઈને રોડ પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

શુક્રવારે આ રોડ પરથી કાર પસાર થતી હતી ત્યારે, રોડ પરની ચેમ્બરનું ઢાંકણ તૂટી ગયું હતું. જેને લઈને કારનું પાછળનું ટાયર ચેમ્બરમાં ઉતરી પડ્યું હતું. જેને લઈને કારને નુકશાન થયું હતું. બીજી તરફ ચેમ્બરમાંથી કારને બહાર કાઢવા માટે આજુબાજુના લોકોએ આવી કારને ઉંચી કર્યા બાદ કારનું ટાયર બહાર આવ્યું હતું. હવે તૂટી ગયેલા ઢાંકણને લઈને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે. વારંવાર આવી ઘટનાઓ ના સર્જાય તેના માટે પાણીના વાલનું બનાવેલા ચેમ્બરના ઢાંકણને બદલે લોખંડની જાળી બનાવવા આવે તેવી લોક માંગણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.