ઘરફોડ ચોરીના 11 ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઈને ગાંભોઈ પોલીસને સોંપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા LCB રાજસ્થાનના પાલીથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ઘરફોડ ચોરીના 11 ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લઈને ગાંભોઈ પોલીસને સોંપ્યો હતો. જોકે આ ઇનામી આરોપી છ વર્ષથી નાસતો ફરતો હતો. આ અંગે સાબરકાંઠા LCB, PI એ.જી.રાઠોડે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા LCBના સ્ટાફે નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ડ્રાઈવમાં હતા. તે દરમિયાન ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ઘરફોડના ગુનામાં નાસતો ફરતો આરોપી કમલેશ રાજસ્થાનના પાલી ખાતે આવેલો હોવાની બાતમી મળી હતી. જેને લઈને LCB રાજસ્થાનના પાલી પહોંચી હતી. જ્યાં કમલેશ મળી આવ્યો હતો.

પોકેટ કોપ અને ICJS પોર્ટલ પર ચેક કરતા માત્ર ગાંભોઈ નહિ પરંતુ સાબરકાંઠા જિલ્લાના 11 ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો હોવાનું તપાસમાં આવ્યું હતું. જે આરોપી ઇનામી આરોપી જાહેર થયો હતો. જેથી LCBએ અટક કરીને આગળની કાર્યવાહી માટે ગાંભોઈ પોલીસ સ્ટેશમાં સોપ્યો હતો. છ વર્ષથી નાસતો ફરતો આરોપી સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ચોરી ઘરફોડના બે ગુનામાં અને અરવલ્લી જિલ્લાના મોડાસામાં રૂરલ પોલીસ સ્ટેશનમાં છ, શામળાજી પોલીસ સ્ટેશમાં બે અને ભિલોડા પોલીસ સ્ટેશનમાં એક મળી ત્રણ પોલીસ સ્ટેશમાં નવ ગુનામાં ઘરફોડ ચોરીમાં છ વર્ષથી નાસતો ફરતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.