તલોદ પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઘરેથી ઝડપી લીધો

સાબરકાંઠા
સાબરકાંઠા

તલોદ કોર્ટ દ્વારા બે વર્ષ અગાઉ સજા કરવામાં આવેલ તલોદ તાલુકાના અણખોલ ગામના એક ઇસમને તલોદ પોલીસે બાતમીના આધારે ઝડપી લઈ કોર્ટ હવાલે કરતાં કોર્ટે હિંમતનગર સબજેલમાં મોકલી આપ્યો હતો.

આ અંગે તલોદ પોલીસ સ્ટેશનથી મળેલ માહિતી મુજબ ડી સ્ટાફ પોલીસ પેટ્રોલીંગમાં હતી. જે દરમિયાન બાતમી મળી હતી કે, તલોદ કોર્ટે દ્વારા નાણાકીય લેવડ દેવડ સંદર્ભે તલોદ તાલુકાના અણખોલના કરણસિંહ ગમનસિંહ ચૌહાણ નામના એક ઇસમને તલોદ કોર્ટ દ્વારા છ માસની સજા અને છ માસનો દંડ કરવામાં આવ્યો હતો. સદર સજા પામેલ આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો. જે હાલ તેના ઘેર છે. બાતમી આધારે ટીમે રેડ કરી ફરાર આરોપી કરણસિંહ ગમનસિંહ ચૌહાણને તેના ઘેરથી દબોચી લઈ તલોદ પોલીસ મથકે લાવી તલોદ કોર્ટમા સુપ્રત કરતાં કોર્ટે સજાના અમલીકરણ માટે હિંમતનગર સબજેલ ખાતે મોકલી આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.