સાબરકાંઠા જિલ્લાનું વધુ એક શહેરમાં 27 એપ્રિલ થી એક સપ્તાહ માટે સ્વંયભૂ બંધ
સાબરકાંઠા: રાજ્યમાં કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા સાબરકાંઠા જિલ્લાનું વધુ એક શહેર સ્વંયભૂ બંધ રહેશે. તલોદ શહેર 27 એપ્રિલ થી એક સપ્તાહ માટે સ્વંયભૂ બંધ રાખવાનો વેપારી અને પાલિકાના સત્તાધીશો સાથે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૬ કલાક સુધી દૂધ-છાશ વિતરણ કરી શકાશે. મેડીકલ સહીતની આવશ્યક ચીજવસ્તુઓ સેવાઓ ચાલુ રહેશે.
રાજ્યમાં કોરોના વાયરસ નો કહેર યથાવત છે. ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. શનિવારે રાજ્યમાં પ્રથમ વખત 14,097 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 152 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 6171 પર પહોંચી ગયો છે. આમ રાજ્યમાં દર કલાકે 587 કેસ નોંધાયા અને 6થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. રાજ્યમાં શનિવારે 6479 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,67,972 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 107594 પર પહોંચ્યો છે. જેમાંથી 396 લોકો વેન્ટિલેટર પર અને 107198 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 76.38 ટકા છે.