હિંમતનગરની હિંમત હાઇસ્કૂલમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને લઈને વિદ્યાર્થીઓ માટે આયોજન

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત હિંમત હાઈસ્કૂલમાં આજથી ત્રણ દિવસ માટે વિધાર્થીઓમાં વાંચનનો રસ કેળવાય તેને લઈને પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ થયો છે. જેને લઈને મોટી સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ સાથે પુસ્તક પ્રદર્શનની મુલાકાત લઈને પુસ્તકનો પરિચય કેળવી જાણકારી મેળવી હતી.આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરની હિંમત હાઇસ્કૂલમાં સ્કુલ દ્વારા પ્રથમવાર એક પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં 12 તારીખે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીને લઈને બુધવારથી ત્રણ દિવસ સ્કૂલના બે સભાખંડમાં અલગ અલગ લેખકોના વિવિધ પુસ્તકો, જનરલ નોલેજના પુસ્તકોનું પ્રદર્શનનો પ્રારંભ કર્યો છે. જેમાં સ્કૂલના તમામ વિધાર્થીઓએ અભ્યાસ સાથે એક પછી એક વર્ગના વિધાર્થીઓ પુસ્તક પ્રદર્શનની મુલાકાત લે છે. તો સ્કૂલ સમયમાં પુસ્તક પ્રદર્શન ત્રણ દિવસ ચાલશે. આ પુસ્તક પ્રદર્શનથી વિધાર્થીઓ અને શિક્ષકોને પુસ્તકનો પરિચય થાય અને વિધાર્થીઓ પુસ્તકને જાણે તે હેતુથી પ્રદર્શન યોજવામાં આવ્યું છે.


આ અંગે હિંમત હાઇસ્કૂલના આચાર્ય સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગર હાઇસ્કૂલમાં 10 હજાર પુસ્તકો લાઈબ્રેરીમાં છે. ત્યારે વિધાર્થીઓ માટે અલગ અલગ મેગેઝીન, GPSC,UPSCના પુસ્તકો, નીટ, જેઈઈ બુક્સ અને સ્વામી વિવેકાનંદના જન્મ જયંતી નિમિત્તે તેમના જીવન ચરિત્રના 100 કરતા વધુ પુસ્તકો સાથેનું પુસ્તક પ્રદર્શનનો નવો પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. હાલના સમયમાં વિધાર્થીઓનું વાંચન ઘટવાની સામે તેઓ મોબાઈલ અને ટીવીમાં વધુ સમય આપે છે. જેથી વિધાર્થીઓમાં વાંચન રસ કેળવાય માટે જેને લઈને વિધાર્થીઓ વાંચશે, વિચારશે તો તેની વિચારશીલતાને કારણે રાષ્ટ્રના અંદર સારા નાગરિકોનું નિર્માણ થઇ શકશે. ત્યારે તમામ શાળામાં પુસ્તક કબાટમાં હશે તો ક્યારે કોઈ વાંચી શકશે નહિ, પરતું આવો એક પુસ્તક પ્રદર્શનનો પોજેક્ટ કરવામાં આવે જેને લઈને વિધાર્થીઓને ફાયદો થઇ શકે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.