સ્વામી વિવેકાનંદ યુવા મંડળ દ્વારા સરકારની માહિતી પુસ્તિકાઓનું જિલ્લાના ગામે ગામ વિતરણ કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા  : સાબરકાંઠા જિલ્લાના ગામે ગામ સરકારની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું ઉમદા કાર્ય સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડના સાબરકાંઠાના યુવાનો દ્રારા કરવામાં આવી રહ્યું છે. જેથી જિલ્લાનો છેવાડાનો માનવી પણ સરકાર દ્રારા કરવામાં આવતા કાર્યો વિશે અને પોતાને ઉપયોગી યોજનાઓની માહિતી મેળવી શકે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડ સાબરકાંઠા દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વના ચાર વર્ષ દરમિયાન લોકઉપયોગી મજબૂત ર્નિણય અને કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલી ત્વરીત અને સંવેદનશીલ કામગીરીની માહિતી પુસ્તિકા જિલ્લાના તમામ ગામ ગામ સુધી પહોચાડી રહ્યા છે. આ માહિતી પુસ્તિકામાં સરકારના છેલ્લા ચાર વર્ષની કામગીરી જનહિતના ર્નિણયો અને સરકારની સંવેદનશીતાની માહિતી જિલ્લાની જનતાને મળે સાથે યોજનાકિય માહિતી થકી લાભ મેળવી શકે તે માટે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના સભ્યો આ પુસ્તિકાઓ ગામે ગામ વિતરીત કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને સરકારના ર્નિણયને આવકાર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.