ખાપરેટામાં મોટી બસ ફાળવવા વિદ્યાર્થીઓએ મિની બસને અટકાવી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના ખાપરેટાના શાળાના વિદ્યાર્થીઓએ ખીચોખીચ ભરેલી બસને રસ્તા પર ઉભી કરી દીધી હતી અને પેસેન્જર ની સંખ્યા વધુ હોવાથી મોટી બસ ફાળવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. હિંમતનગર શહેરના આસપાસ વિસ્તારોના ગામડાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાં જતા હોય છે ત્યારે બસના અભાવે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે.તો ખાપરેટા, નોખી જોડ,મેડીટીંબા,નહેરુ,નરોડા ગામડાઓમા મિની બસ ફાળવાઇ છે. પરંતુ વિદ્યાર્થીઓ અને મુસાફરોની સંખ્યા વધુ હોવાને કારણે ખીચોખીચ ભરેલી બસમાં ધક્કા ખાઈ અને ઉભા ઉભા આવવું પડે છે. જેથી કંટાળેલા વિદ્યાર્થીઓએ શુક્રવારે ખાપરેટા ગામે મિની બસને અટકાવી અને બસ આગળ ઉભા રહી રોષ ઠાલવ્યો હતો. જોકે મોટી બસ ફાળવવા માટે પણ વારંવાર રજૂઆત કરાઇ હોવા છતાં નિરાકરણ ન મળતાં શાળાના વિદ્યાર્થીઓએ બસ અટકાવી સૂત્રોચ્ચાર કરી વહેલી તકે મોટી બસ ફાળવવા તેવી માંગ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.