હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રામાં પથ્થરમારો : ટિયરગેસના ૫ શેલ છોડાયા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જાે કે કાબૂમાં આવેલા પથ્થર વચ્ચે ફરી પથ્થરમારાનો બનાવ બન્યો છે. સાબરકાંઠાના એસપીને પથ્થરમારામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે. હિંમતનગરના છાપરિયા રામજી મંદિરથી રામનવમીને લઈને નીકળેલી શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ બંને જૂથવચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના ૫ સેલ છોડ્યા હતા. એક બુલેટ અને જીપને આગચંપીમાં નુકસાન થયું છે. હિંમતનગરમાં પથ્થરમારા અને વાહનોમાં આગચંપીના બનાવમાં પોલીસે ૧૫થી વધુ અસામાજીક તત્વો અને તોફાનીઓની ઘરપકડ કરી છે. પોલીસે શોભાયાત્રાના ઘર્ષણ બાદ સ્થિતિને કાબૂમાં મેળવી લીધી છે અને કોમ્બિંગની કામગીરી શરૂ કરી છે. હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયાના બનાવને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂ લેવા પ્રયાસ કર્યો હતો. પોલીસે ટીયર ગેસના ૫ શેલ પણ છોડ્યા હતા. દરમિયાન બંને જૂથ વચ્ચે પથ્થરમારામાં પોલીસના વાહનોમાં પણ તોડફોડની ઘટના બની હતી. હિંમતનગરમાં રામનવમીના પર્વે નિકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે છાપરીયા વિસ્તારમાં હિંસા ફાટી નિકળી છે. પોલીસ કાફલો ઘટના સ્થલે પહોંચી ચુક્યો છે. પરિસ્થિતિ વણસી ચુકી છે. બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો પર પણ પથ્થરમારાની ઘટના બનતા ચકચાર મચી છે. પોલીસ ટોળા વિખેરવા માટે ટિયરગેસના શેલ છોડવામાં આવ્યા હતા. છાપરીયા વિસ્તારમાં બે જુથો સામસામે આવી ગયા હતા. જાે કે જે પ્રકારે હૂમલો થયો તે જાેતા આ હૂમલો સુનિયોજીત રીતે કરવામાં આવ્યો હતો. પહેલાથી જ ધાબા અને ઉંચા વિસ્તારોમાં પથ્થરો એકત્ર કરવામાં આવ્યા હોવાનું પોલીસ માની રહી છે. જાે કે પોલીસના ઉચ્ચ અધિકારી પણ આ પથ્થરમારામાં ઘાયલ થયા છે. હાલ તેમને સારવાર માટે લઇ જવાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.