સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ ફિલ્મી ઢબે નડિયાદથી દોડી ઇસરી પોલીસ સ્ટેશન હદમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

રખેવાળ ન્યુઝ સાબરકાંઠા : રાજ્ય ભર દારૂ ની ઘૂસણખોરી અટકાવવા પોલીસ ધમ-પછાડ કરીને પણ દારૂ પકડવા મા સફળ રહેતી હોય છે તો ક્યારેક અસફળ પણ જાેવા મળતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લો રાજસ્થાન ને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દારૂની હેરા- ફેરી કરતા બુટલેગરો માટે હોસપોર્ટ સમાન છે અરવલ્લી પોલીસ દારૂ ની ઘૂસણખોરી અટકાવવા માં સફળ પણ રહી છે તો ક્યારે બુટલેગરો પોલીસ ને થાપ પણ આપી જાય છેત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ કર્મીઓ દારૂ તેમજ જુગાર જેવી પ્રવૃત્તિ ને અંકુશ માં લાવવા ખેડા જિલ્લા ના નડિયાદ ખાતે ફરજ પર હોય તે દરમિયાન અંગત ચોક્કસ હકીકત વાળી બાતમી મળતા. રાજસ્થાન બોડર ડુંગરપુર જિલ્લા ના બિછીવાડા નો બળવંતસિંહ ઉર્ફે બાપુ નામનો ઈસમ વીરપુર ખાતેના ગોડાઉનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી તે ગોડાઉન માંથી વોન્ટેડ નામચીન બુટલેગર ભરત ડાંગી ઉફે ભરત લંગડો ફોર વ્હિલર ગાડીઓ મારફતે અરવલ્લી જિલ્લાના ઇસરી પોલીસ સ્ટેશન હદની બોડર પરથી વહેલી સવારના અંધારા માં ગુજરાત ની અલગ અલગ જગ્યાએ તેના માણસો મારફતે દારૂનો જથ્થો ઘુસાડવાનો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ ટીમે તાત્કાલિક છટકા નું આયોજન કરી પંચો તથા એસ.આર.પી પોલીસ કર્મીઓ સાથે એક ખાનગી સ્કોરપ્યો ગાડી તેમજ બે સરકારી વાહનો સાથે અરવલ્લી જિલ્લાના ઇસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પહોંચી બોડર પર અલગ અલગ રસ્તાઓ હોવાના કારણે ત્રણ અલગ અલગ ટીમો બનાવી તેમજ નાના કાચા રસ્તાઓ પર નાકાબંધી કરી વોચ ગોઠવતા રેલાવાડા ગામ તરફ થી અંધારા મા ફોર વ્હિલર ગાડી લાઈટ દેખાતા ગાડી નજીક આવતા બાતમી હકીકત વાળી ગાડી જણાઈ આવતા તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા સ્ટેટ મોનીટરીંગ સેલ ની ખાનગી સ્કોરપ્યો ગાડીને ટક્કર મારી ઉભી રહેતા બલેનો કાર ને કોડન કરી ચાવી કાઢી કાર ચાલક ને પકડી એસ.આર.પી પોલીસ ને સોંપી બલેનો કારમાં જાેતા કાળા કપડાં થી ઢાકેલો વિદેશી દારૂ ગોઠવેલો હોય. કાર ને સાઈડ કરતા બીજી સ્વીફ્ટ ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરતા ફરી થી સ્કોરપ્યો ગાડી ને ટક્કર મારી કાર ચાલક ખેતરાળું માં અંધારા નો લાભ લઇ ભાગી છૂટ્યા હતા.સ્વીફ્ટ ગાડીમાં પણ દારૂ નો જથ્થો ગોઠવેલી હાલત માં મળી આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ ની ખાનગી ગાડી ને નુકસાન થતા તેને સાઈડ કરતા ત્રીજી કાર ફૂલ સ્પીડ માં આવતા તેને રોકવાનો લાકડી અને દંડા થી પ્રયત્નો કરતા નિષ્ફળ નીવડ્યો હતો. ત્રીજી કાર ફોર્ડ ફિગો જણાઈ આવી હતી પણ તેનો નંબર ના ઓળખાતા ત્રણે ટીમો ભેગી થઇ નુકસાન થયેલ ગાડીઓ ને ટોનિંગ ની મદદ થી ઇસરી પોલીસ સ્ટેશન લાવી પંચો ની હાજરીમા ગણતરી કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ,બિયર,દેશી મદિરા ની કાચની તેમજ પ્લાસ્ટિકની નાની મોટી બોટલ તથા બિયર ટીન ની કુલ નંગ – ૨૭૪૩. જેની કુલ કિંમત ૨.૨૯.૯૦૦, તેમજ મોબાઈલ નંગ -૩ જેની કિંમત ૧૪.૦૦૦, તથા બલેનો કાર નંબર GJ -36-F-5365. તેમજ સ્વીફ્ટ ગાડી નંબર – GJ -12-DA-5669 ની કુલ કિંમત ૭,૫૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ ૯,૯૩,૯૦૦ મળી આવતા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમેં મોટી માત્રા મા દારૂ નો જથ્થો ઝડપી પાડવા માં સફળતા મળી હતી,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.