ઇડર સિવિલ અને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડર ધારાસભ્ય હિતુ કનોડિયાની ગ્રાન્ટમાંથી ઇડર સિવિલમાં એમ્બ્યુલન્સ અપાઇ છે. તેમજ ડાયાલિસિસ સેન્ટરની રજૂઆતને લઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાતમાં 31 મા ડાયાલિસીસ સેન્ટરની સુવિધાનો પ્રારંભ કરાયો હતો. આરોગ્ય કેબિટ મંત્રી ઋષિકેસ ભાઈ પટેલ,રાજ્ય કક્ષા મંત્રી નિમીષાબેન હસ્તે ઈ-લોકાર્પણ યોજાયુ હતું.

ઇડર સિવિલમાં ડાયાલિસિસ સેન્ટરમાં 10 યુનિટ બનાવાયા છે. જેમાં એક સાથે 10 દર્દીઓ ની સારવાર થશે. દર્દીઓને આવવા જવા માટે 300 રૂપિયા ભાડુ અપાય છે. ઈ-લોકાર્પણ કાર્યક્રમમાં અશ્વિનભાઇ પટેલ, અમદાવાદ પ્રભારી પી.સી પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ હર્ષાબેન, તા.પં. ઉપપ્રમુખ કાંતિભાઈ પટેલ,દશરથભાઈ, મુકેશભાઈ સોલંકી, રાજુભાઈ પરમાર,ડો.મનીષ ભાઈ, શિવ ઓર્થોપિડિક હોસ્પિટલના રાજેશ ડામોર,લાલોડા સરપંચ બી.ડી પટેલ હાજર હતા.

મૌખિક રજૂઆત…ઇડર સિવિલના સ્ટાફ માટે ક્વાટર્સ બનાવવા માંગ
ઇડર સિવિલના ડો. ગજેન્દ્રસિંહ ગઢવીએ ઇડર ધારાસભ્ય હિતુ કનોડીયાને મૌખિક રજૂઆત કરી હતી કે ઇડર સિવિલના સ્ટાફ માટે સિવિલની 2 એકર જમીનમાં સ્ટાફને રહેવા માટે ક્વાટર્સ બનાવાય તો રાત્રિ કે દિવસ દરમ્યાન ઇમરજન્સી કેસો આવેતો સારવાર મળી રહે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.