એસ.ઓ.જી એ હિમાચલ થી સુરત જઈ રહેલ બોલેરો માંથી 1.16 લાખના 583.25 ગ્રામ ચરસ સાથે યુવકને ઝડપ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર થી અમદાવાદ રોડ પર ગઈ કાલે બપોરના સમયે SOG એ હિમાચલ થી સુરત જઈ રહેલ બોલેરો માંથી 1.16 લાખના 583.25 ગ્રામ ચરસ સાથે યુવકને ઝડપ્યો હતો. ત્યાર બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ યુવાન અને અન્ય નેપાલી યુવક સહીત બે સામે NDPS એક્ટ મુજબ ગુનો નોધાયો છે.

બાતમી મળી હતી કે, શામળાજીથી અમદાવાદ તરફ બોલેરોમાં માદક પદાર્થ આવી રહ્યો છે. જેને લઈને હિંમતનગર થી પ્રાંતિજ તરફ જવાના નેશનલ હાઈવે 48 પર ઓવરબ્રીજ ઉતરતા ફોર્ડ કંપનીના શો રૂમ નજીક સાબરડેરીના કેટલ ફીડ સામેના હાઈવે રોડ પરથી બોલેરો નંબર GJ-05-RP-2487 માં તપાસ કરતા ચરસનો 583.25 ગ્રામ રૂ 1,16,650 નો મળી આવ્યો હતો.

જેને લઈને SOG ટીમે બોલેરોના માલિકને ઝડપી લઈને સેમસંગનો એક મોબાઈલ રૂ 10 હજાર,બોલેરો ગાડી રૂ.7 લાખ,રોકડા રૂ.4100 મળીને રૂ 8,30,750 નો મુદ્દામાલ કબજે લીધો હતો.આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ બોલેરો માલિક રક્ષિત રવિકાન્ત જેઠવા (ઉવ.32,રહે-19 અરીહંત પાર્ક,પ્રોટોન મોલની પાછળ,અડાજણ ગામ,સુરત) અને અન્ય એક નેપાલી જેનું નામ ઠામ જણાયેલ નથી સહીત બે સામે ગુન્હો નોધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.