હાપા ગામની સીમમાં આવેલા સ્મશાનની સગડીઓ તસ્કરો ચોરી ગયા
હિંમતનગર તાલુકામાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે તસ્કરોએ હાપા ગામની સીમમાં આવેલ સ્મશાનમાંથી લોખંડની ચેનલો નંગ 13 કિંમત રૂપિયા 2600ની ચોરી કરીને નાસી ગયા હતા. ચોરીના બનાવ અંગે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હિંમતનગર તાલુકાના હાપા ગામની સીમમાં આવેલ સ્મશાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ સ્મશાનમાં રાખેલી લોખંડની સી ચેનલો નંગ 13, વજન આશરે 65 કિલો, કિંમત રૂપિયા 2600ની ચોરી કરી લઇ ગયા હતા. સ્મશાનમાં આવેલી લોખંડની ચેનલોની ચોરીની જાણ થતા ગોપાલસિંહ મનુસિંહ પરમારે ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ખેડબ્રહ્મા તાલુકાના ધોળીવાવ ગામની મહિલા મધુબેન પ્રતાપભાઇને ઘર આગળ કોઇ ઝેરી સાપ કરડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં તેમની તબીયત વધુ બગડતા અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવતા હતા. તે દરમિયાન રસ્તામાં તેનુ મોત નીપજ્યુ હતું. બે પુત્રી અને એક પુત્રની માતાનુ યુવાન વયે મોત નીપજતા પરિવાર પર આફત આવી હતી.
હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતી એક મહિલાને સોના-ચાંદીના દાગીના સાફ કરી આપવાનો વિશ્વાસ આપીને કાનમાં પહેરેલી સવા તોલા વજનની સોનાની એરીંગ કિંમત રૂપિયા 75 હજારની લઇ નાસી ગયો હતો. જે અંગે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા ફૈજુલ રહેમાન અબ્દુલ રહીમ અબોલાની માતા ફાતમાબીબી સવારે ઘર આગળ બેઠા હતા. ત્યારે બે શખ્સો તેમની પાસે આવીને કહેવા લાગ્યા હતા. કે, તેમે જે કાનમાં સોનાની એરીંગો પહેરી છે તે અમારી પાસે જે પાવડર છે. તે લગાવશો તો તે એકદમ સાફ થઇ જશે અને વાતોમાં ને વાતોમાં ફાતેમાબીબીને વિશ્વાસમાં લઇ હાથમાં પાવડર આપી તે પાવડર કાન પર પહેરેલી એરીંગો પર લગાવવા કહ્યું હતું. જેથી ફાતેમાબીબીના હાથમાં રાખેલ પાવડર પર બંને શખ્સોએ ફુંક મારીને ઉડારતા તેમની આંખોમાં પડતા આંખો એકદમ બંધ થઇ ગઇ હતી. તે દરમિયાન બે શખ્સોએ કાનમાં પહેરેલી સવા તોલા વજનની સોનાની બે એરીંગ કિંમત રૂપિયા 75 હજાર કાનમાંથી કાઢી લઇ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા બે શખ્સોની શોધખોળ કરવા છતા પણ કોઇ અતોપતો મળ્યો ન હતો. જે અંગે ફરિયાદ નોંધાવતા હિંમતનગર બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.