જવેલર્સની દુકાનમાં તસ્કરોએ સોનાના દાગીના સહિત 2.91 લાખની મત્તાની ચોરી કરી ફરાર
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલીમાં જય અંબિકા જવેલર્સમાં તસ્કરોએ ત્રાટકી શટર ઊંચું કરી અંદરથી સોનાના દાગીના સહિત 2.91 લાખની મત્તાની ચોરી કરી લઇ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
બડોલીના જય અંબિકા જવેલર્સમાં તસ્કરોએ સોનાના દાગીના સહિત 2.91 લાખની મત્તાની ચોરી કરી : ઇડર તાલુકાના બડોલીમાં નવા કોમ્પ્લેક્ષમાં આવેલા સોના-ચાંદીના દાગીનાની દુકાન જય અંબિકા જવેલર્સમાં 6 માર્ચની રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકીને દુકાનનું સાઈડનું શટર વચ્ચેના ભાગેથી ઊંચું કરીને અંદરનો કાચ તોડીને અંદર પ્રવેશ કરીને દુકાનમાં રાખેલા જુના છડા, ચાંદીના સિક્કા, વીંટીઓ ગુગરીઓ, લક્કીઓ આશરે 500 ગ્રામ રૂ. 25,000 હજાર તથા સોનાનો જુનો ભંગાર પેન્ડલ, બુટ્ટીઓ, ચુનીઓ, વેસ્ટેજ ટુકડા, વીંટીઓ આશરે વજન બે તોલાનું રૂ. 60,000 તથા નાકની સોનાની નવી ચુનીઓ આશરે નંગ 192 વજન 3 તોલા કિંમત રૂ. 1,50,000 ઈમિટેશનના વન ગ્રામના સોનાના દાગીના જેમાં બંગડી, મંગલસૂત્ર, ચેન, પેન્ડલ, ડોકિયા આશરે કિંમત રૂ. 35,000 તથા રૂ. 15,000 રોકડા મળી તથા દુકાનમાં લગાવવામાં આવેલા વાઈફાઈ અને કેમરો નંગ 1 રૂ. 6000 મળી કુલ રૂ 2,91,000ની મત્તાની ચોરી કરી લઇ જતા ઇડર પોલીસ સ્ટેશનમાં દુકાન માલિક એ ફરિયાદ નોંધાવી છે.