શ્રી સમસ્ત ઇડર જૈન સમાજે પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યુ
રાજ્યમાં જૈન સમાજ દ્વારા પાવાગઢમાં પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જય જિનેન્દ્ર અમારી આસ્થા નું પ્રતીક શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ અમારી ધરોહર પ્રાચીન વિરાસત એવા પરમ પૂજનીય વંદનીય તીર્થંકર ભગવાન ની મૂર્તિ યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ સ્થાપિત હતી. જે પૌરાણિક મૂર્તિઓને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી જેને લઈને ગુજરાત સહિત દેશના અલગ અલગ જિલ્લામાં જૈન સમાજના લોકોને લાગણી દુભાઈ હતી .જો કે અલગ અલગ વિસ્તારોમાં જૈન સમાજ દ્વારા રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ મૂર્તિઓ પ્રસ્થાપિત કરવા માટેનું સમાધાનકારી વલણ અપનામાં આવ્યું હતું. ત્યારે જઈને સમાજ દ્વારા આંદોલનન પૂર્ણ થયું હતું. ત્યારે આ બાબતે યોગ્ય સકારાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રતિમાજી પુનઃ સ્થાપિત કરવાનું કાર્ય શરૂ થઈ ગયેલ છે અને આગળની કાર્યવાહી કરવાની વિચારણા થઈ રહેલ છે તે માટેની ધટતી કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે. જૈન સમાજના આગેવાનો અને રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાની હેઠળ સરકાર સાથે જિલ્લા પ્રશાસન તુરંત યોગ્ય ઘટતું કરી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવું સરકાર દ્વારા ધ્યાને લેવા અને અમો જૈન સમાજની લાગણી દુભાય નહી તેવી પ્રશાસન તરફથી અમો આશા રાખીએ છીએ.