હિંમતનગરમાં પોલીગ સ્ટાફની બીજી તાલીમ યોજાઈ; સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભામાં તાલીમ સાથે મતદાન યોજાયું
લોકસભા 2024ની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા માધ્યમાં આવી છે એક તરફ ચૂંટણી પ્રચાર બીજી તરફ ચૂંટણી વિભાગ દ્વારા મતદાન માટે પોલીંગ સ્ટાફને તાલીમ સાથે મતદાનનો આજથી પ્રારંભ થયો છે જે આજે અને આવતીકાલે યોજાશે.
આ અંગેની સાબરકાંઠા ચૂંટણી વિભાગમાંથી મળેલી જાણકારી મુજબ સાબરકાંઠા લોકસભાને લઈને જિલ્લાની ચાર વિધાનસભામાં સોમવારે હિંમતનગર વિધાનસભામાં હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ, ઇડર વિધાનસભામાં ઇડર ખાતેની ડાયટ ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ખેડબ્રહ્મા વિધાનસભામાં શેઠ કે.ટી.હાઈસ્કૂલ, પ્રાંતિજ વિધાનસભામાં ચિત્રીણી નર્સિંગ કોલેજ ખાતે બે તબક્કામાં એટલે સવારે 10 કલાકે અને બપોરે 2 કલાક પોલીંગ સ્ટાફને બીજી તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ સ્થળ પર સાથે દરેક ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીંગ સ્ટાફ માટે મતદાન સુવિધા કેન્દ્ર પણ ઉભું કરવામાં આવ્યું છે.જેમાં પોલીંગ સ્ટાફની તાલીમ દરમિયાન મતદાનમાં રોકાયેલ સ્ટાફ મતદાન કરશે. હિંમતનગરમાં સોમવારે ટાવર રોડ પર આવેલા હિંમત હાઈસ્કૂલ પર સવારે 10 કલાકે પોલીંગ સ્ટાફની બીજી તાલીમ શરૂ થઈ હતી. જેમાં બે કલાક ચાલી હતી. તો બપોરે 2 કલાકે તાલીમ શરૂ થઈ હતી. સાથે ચૂંટણીમાં રોકાયેલા પોલીસ સ્ટાફ દ્વારા મતદાન પણ કરવામાં આવ્યું હતું.